Get The App

કોર્ટના આદેશ પછી પણ ફાયર બ્રિગેડના કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી નહિ કરાતા આર્થિક ભીસમાં મુકાયા

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
કોર્ટના આદેશ પછી પણ ફાયર બ્રિગેડના કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી નહિ કરાતા આર્થિક ભીસમાં મુકાયા 1 - image

વડોદરાઃ વડોદરા ફાયર બ્રિગેડના કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય ઘોંચમાં પડતાં જવાનો આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે.

વડોદરા ફાયર બ્રિગેડના ૧૯ કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષ કે તેથી વધુ સમયથી કોન્ટ્રાક્ટ પર છે અને માંડ રૃ.૧૫ હજાર પગાર મળે છે. તેમણે લેબર કોર્ટમાં દાદ માગતા તેમની તરફેણમાં હુકમ પણ થયો હતો.પરંતુ તેનો અમલ થતો નથી.જેને કારણે તેમના દ્વારા વારંવાર ઉપરી અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

કર્મચારીઓનું કહેવું છે કે,મોંઘવારીમાં ચાર-છ જણાના પરિવારને આટલી રકમમાં પોષવું ખૂબ મુશ્કેલ છે.બાળકોની ફી ભરવાના સમયે વધુ તકલીફ સર્જાતી હોય છે.આ મુદ્દે ફરી એકવાર સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.