Gujarat
ગોત્રીના મકાનમાં એકલી વૃધ્ધા બીમાર પડતાં ફાયર બ્રિગેડે બારી તોડીને દવાખાને પહોંચાડી
By GS TEAM
3 Oct 20251 min read

વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં મકાનમાં એકલવાયી વૃધ્ધા બીમાર પડી જતાં તેના પુત્રએ અમદાવાદથી કોલ કરી ફાયર બ્રિગેડ મારફતે માતાને હોસ્પિટલમાં પહોંચાડી હતી.
ગોત્રી પોલીસ સ્ટેશનની પાછળ રહેતા ૬૮ વર્ષીય કુન્દાબેન ડુપ્લેક્સમાં એકલા હતા અને ઉપરના માળે સૂતા હતા ત્યારે તેમની તબિયત બગડતાં અમદાવાદ ગયેલા પુત્રને ફોન કરી જાણ કરી હતી.
મકાન બંધ હતું અને વૃધ્ધાથી ઉઠી શકાતું નહિ હોવાથી તે ગભરાઇ ગયા હતા.આ વખતે વાસણા ફાયર બ્રિગેડના કુલદીપસિંહ તેમની ટીમ સાથે આવી ગયા હતા અને રસોડાની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ્યા હતા.તેઓ ઉપર બેડરૃમમાં જઇ વૃધ્ધાને એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં પહોંચાડયા હતા.ત્યારબાદ બપોરે તેમનો પુત્ર આવી ગયો હતો.








