Get The App

ડાકોર મંદિર પાસે મીઠાઈની દુકાનોમાં વિકરાળ આગ, કોઈ જાનહાનિ નહીં

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
ડાકોર મંદિર પાસે મીઠાઈની દુકાનોમાં વિકરાળ આગ, કોઈ જાનહાનિ નહીં 1 - image
પ્રતિકાત્મક તસવીર

Dakor Fire: ખેડાના ડાકોરમાં આજે 6 ડિસેમ્બરે આગની ઘટના બની છે. ડાકોર મંદિર પાસે મીઠાઈની દુકાનોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સાંજે 7:30 વાગ્યે આગ લાગી હતી. આગ લાગતા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. જોકે, મીઠાઈની દુકાનના વેપારીઓને મોટી નુકસાની ભોગવવી પડી છે. લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થયો હોવાનું અનુમાન છે.