Get The App

સુરેન્દ્રનગર: થાનગઢની GIDCમાં સ્ટીકરના કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર: થાનગઢની GIDCમાં સ્ટીકરના કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટનાસ્થળે 1 - image


Fire Incident In Thangadh : સુરેન્દ્રનગરના થાન બાયપાસ રોડ પર GIDCમાં આવેલા સ્ટીકરના કારખાનામાં આગ લાગતા દોડધામ મચી હતી. આગના બનાવને લઈને સુરેન્દ્રનગર સહિતની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે.

થાનગઢની GIDCમાં સ્ટીકરના કારખાનામાં લાગી ભીષણ આગ

મળતી માહિતી મુજબ, થાનગઢની GIDCમાં સ્ટીકરના કારખાનામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આમ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

આગ દુર્ઘટનાને લઈને મેજર કોલ આપતા સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા સહિતના વિસ્તારની ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. 

આ પણ વાંચો: જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આજે સવારે અકસ્માતે બે ઝુંપડાઓમાં આગ લાગતાં ભારે દોડધામ

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. વીડિયોમાં જોવા મળે છે કે, આગ ફાટી નીકળવાના કારણે ઘટનાસ્થળે ધુમાડાના ગોટેગોટા દેખાય છે.