Gujarat

ગાંધીનગરમાં સાંતેજમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે

By GS TEAM
14 Oct 20251 min read
TukuTouch Logo
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ GIDCમાં આવેલી જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં આજે(14 ઓક્ટોબર) ભીષણ આગ લાગી છે. આગની ઘટના બનતા જ ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, હાલ આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરમાં સાંતેજમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે

Sonalben Khakhrawala Factory Fire: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ GIDCમાં આવેલી જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં આજે(14 ઓક્ટોબર) ભીષણ આગ લાગી છે. આગની ઘટના બનતા જ ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, હાલ આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. મોડી રાત્રિ સુધી કોઈ જાનહાનિના સમાચારા મળ્યા નથી. જોકે, ફેક્ટરીમાં મોટાપાયે નુકસાન થયું છે. દિવાળી પહેલા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરી સળગી ઉઠતાં લાખોનું નુકસાન થયું છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.