Get The App

સુરેન્દ્રનગરમાં નવા સકટ હાઉસ પાસે દુકાનમાં આગ લાગી

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરમાં નવા સકટ હાઉસ પાસે દુકાનમાં આગ લાગી 1 - image

શોટસકટના કારણે આગ લાગી હોવાનઈ આશંકા

આગને કારણે દુકાનમાં રહેલી ખાણીપીણી સહિતની ચીજ વસ્તુઓ બળીને ખાક

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર જીલ્લામાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરના નવા સકટ હાઉસ પાસે આવેલ એક જનરલ સ્ટોરની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર-મુળી રોડ પર આવેલ નવા સકટ હાઉસ પાસે રીંકી જનરલ સ્ટોર નામની દુકાનમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. આગમાં સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ બન્યો નહોતો પરંતુ જનરલ સ્ટોરમાં રહેલ ખાણી પીણી સહિતની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ જતા મોટાપાયે નુક્શાન પહોંચ્યું હતુ. આ બનાવની જાણ થતા લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડયા હતા અને મહાનગર પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જ્યારે પ્રાથમિક તપાસમાં શોટ સકટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે.