Get The App

વાપીના ડુંગરી ફળિયા એક પછી એક સાત ભંગારના ગોડાઉનમાં આગ

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
વાપીના ડુંગરી ફળિયા એક પછી એક સાત ભંગારના ગોડાઉનમાં આગ 1 - image


Vapi : વાપી મનપા હદ વિસતારના ડુંગરી ફળિયામાં આજે મંગળવારે મળસ્કે એક ભંગારના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ અન્ય છ ગોડાઉન લપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. આગ લાગતા આસપાસમાં રહેતા રહીશોના જીવ તાળવે ચોટી ગયા હતા. લાશ્કરોએ ચાર કલાક બાદ આગને કાબુમાં લીધી હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતીવ

વાપી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતા ભંગારના ગોડાઉન દૂર કરવા કવાયત આદરી છે. ત્યારે આજે મંગળવારે મળસ્કે વાપીના ડુંગરી ફળિયામાં અચાનક એક ગોડાઉનમાં આગ સળગી ઉઠી હતી. આજુબાજુમાં આવેલા અન્ય છ ગોડાઉન પણ એક પછી એક આગની લપેટમાં આવી ગયા હતા. આગની જ્વાળા આકાશમાં દૂરદૂર સુધી ફેલાઇ જતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો. રહેણાંક વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં એક સાથે સાત ગોડાઉનમાં આગ લાગતા રહીશોમાં અફરાતફરી મચી ગઇ હતી. એટલું જ નહી લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. જો કે કોઇ જાનહાની થઇ ન હતી.

 આગને પગલે વાપી મનપા, જીઆઇડીસી, નોટિફાઇડ સહિતના વિસ્તારનાં બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં લાશકરોએ ભિષણ આગને કાબુમાં લેવા હાથ ધરેલી કવાયત દરમિયાન લગભગ ચાર કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ડુંગરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ભંગારના ગોડાઉનોમાં આગ લાગવાના બનાવોમાં થઇ રહેલો વધારો ચિંતાજનક બની ગયો છે. આ આગમાં સના ઉલ્લા, આશિક અલી,રિયાસત ખાન, ગુલામ ભીખા, ગોબરી બનજારા, પ્રધાન બનજારા અને લાલુ ચાચાના ગોડાઉન બળીને ખાખ થઇ ગયા હતા.

Tags :