Get The App

પાંડેસરા GIDCમાં ચાલુ મીલમાં આગ ફાટી નીકળતાં અફરાતફરી, ફાયરબ્રિગેડની 17 ગાડીઓ ઘટના સ્થળે

ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ

Updated: Oct 16th, 2023

GS TEAM

Google News
Google News
પાંડેસરા GIDCમાં ચાલુ મીલમાં આગ ફાટી નીકળતાં અફરાતફરી, ફાયરબ્રિગેડની 17 ગાડીઓ ઘટના સ્થળે 1 - image



સુરતઃ (Surat)પાંડેસરા GIDCમાં આગની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રયાગરાજ જેનું નામ હાલ બદલીને તરાના કરવામાં આવ્યું છે. (fire breaks) તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. (police )ચાલુ મિલમાં આગ લાગી હોવાથી ભારે નાસભાગ મચી ગઈ હતી. આગ અંગે ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયરબ્રિગેડના સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે. પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. 

શહેરના 6 ફાયર મથકોની 17 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

જૂના પ્રયાગરાજના નામે અને હાલ તરાનાના નામ સાથે ચાલતી મિલમાં આગની ઘટના બની હતી. જેથી આગની ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા ભારે ભયનો માહોલ સર્જાયો હતો.ચાલુ મિલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આસપાસથી લોકો પણ જોવા દોડી આવતાં ટ્રાફિક સર્જાયો હતો. જેથી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.શહેરના 6 ફાયર મથકોની 17 ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. 

પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો

જો કે હજુ સુધી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 6 ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવા રવાના થઈ હતી. ભેસ્તાન, મજુરા, માન દરવાજા, ડિંડોલી, દુંભાલ અને નવસારી બજાર મળી કુલ છ ફાયર સ્ટેશનની ગાડીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવા પહોંચ્યો છે. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે.

પાંડેસરા GIDCમાં ચાલુ મીલમાં આગ ફાટી નીકળતાં અફરાતફરી, ફાયરબ્રિગેડની 17 ગાડીઓ ઘટના સ્થળે 2 - image


Tags :