Get The App

માંજલપુરની પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રે આગ, સિનિયર સિટીઝન દંપતીનું રેસ્ક્યુ

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
માંજલપુરની પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રે આગ, સિનિયર સિટીઝન દંપતીનું રેસ્ક્યુ 1 - image

Vadodara : વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગઈ મોડી રાત્રે એક દુકાનમાં આગ લાગવાનો બનાવ બનતા ફસાયેલા દંપતીને બહાર કાઢવામાં આવ્યું હતું. 

માંજલપુર અલવાનાકા પાસે પ્રોવિઝન સ્ટોરમાં ગઈકાલે રાત્રે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ ઓવર હીટીંગને કારણે આગ લાગી હોવાનું મનાય છે. જોતજોતામાં આગ દુકાનમાં પ્રસરી જતા લોકો દોડી આવ્યા હતા.

બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર સહિતના જવાનો દોડી આવ્યા હતા અને આગ કાબુમાં લેવાની કામગીરી કરી હતી. આ દરમિયાન દુકાન ચલાવતું સિનિયર સિટીઝન દંપતિ ઉપર ફસાયેલું હોવાની જાણ થતાં ફાયર બ્રિગડની એક ટીમે તેમને બચાવવાની કામગીરી કરી હતી.