Gujarat
માંજલપુરની પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રે આગ, સિનિયર સિટીઝન દંપતીનું રેસ્ક્યુ
By GS TEAM
14 Apr 20261 min read
વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગઈ મોડી રાત્રે એક દુકાનમાં આગ લાગવાનો બનાવ બનતા ફસાયેલા દંપતીને બહાર કાઢવામાં આવ્યું હતું.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગઈ મોડી રાત્રે એક દુકાનમાં આગ લાગવાનો બનાવ બનતા ફસાયેલા દંપતીને બહાર કાઢવામાં આવ્યું હતું.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગઈ મોડી રાત્રે એક દુકાનમાં આગ લાગવાનો બનાવ બનતા ફસાયેલા દંપતીને બહાર કાઢવામાં આવ્યું હતું.
માંજલપુર અલવાનાકા પાસે પ્રોવિઝન સ્ટોરમાં ગઈકાલે રાત્રે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ ઓવર હીટીંગને કારણે આગ લાગી હોવાનું મનાય છે. જોતજોતામાં આગ દુકાનમાં પ્રસરી જતા લોકો દોડી આવ્યા હતા.
બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર સહિતના જવાનો દોડી આવ્યા હતા અને આગ કાબુમાં લેવાની કામગીરી કરી હતી. આ દરમિયાન દુકાન ચલાવતું સિનિયર સિટીઝન દંપતિ ઉપર ફસાયેલું હોવાની જાણ થતાં ફાયર બ્રિગડની એક ટીમે તેમને બચાવવાની કામગીરી કરી હતી.