Gujarat

વડોદરાની દાંડિયા બજારમાં મોડી રાતે કુલ્ફીની દુકાનમાં આગ, આસપાસની દુકાનો બચાવી લીધી

By GS TEAM
30 Jul 20251 min read
TukuTouch Logo
વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં ગઈ મોડી રાતે કુલ્ફીની એક દુકાનમાં આગ લાગતા લોકોના ટોળા જામ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની દાંડિયા બજારમાં મોડી રાતે કુલ્ફીની દુકાનમાં આગ, આસપાસની દુકાનો બચાવી લીધી

Vadodara Fire : વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં ગઈ મોડી રાતે કુલ્ફીની એક દુકાનમાં આગ લાગતા લોકોના ટોળા જામ્યા હતા.

દાંડિયા બજાર સિદ્ધિવિનાયક મંદિરની સામે આવેલી દુકાનમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. મધરાતે અવરજવર ઓછી હતી તે દરમિયાન આગ લાગતા કોઈ રાહદારીએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

બનાવના સ્થળે પોલીસ આવી હતી અને ફાયર બ્રિગેડ માટે મદદરૂપ થઈ હતી. ફાયર બ્રિગેડ એ થોડીવારમાં જ આ કાબુમાં લઈ આસપાસની દુકાનો બચાવી લીધી હતી. નજીકમાં જ રહેણાંક વિસ્તાર હોવાથી લોકો બહાર નીકળી આવ્યા હતા. પરંતુ કોઈ જાનહાની થઈ ન હતી.