વડોદરાની દાંડિયા બજારમાં મોડી રાતે કુલ્ફીની દુકાનમાં આગ, આસપાસની દુકાનો બચાવી લીધી
Vadodara Fire : વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં ગઈ મોડી રાતે કુલ્ફીની એક દુકાનમાં આગ લાગતા લોકોના ટોળા જામ્યા હતા.
દાંડિયા બજાર સિદ્ધિવિનાયક મંદિરની સામે આવેલી દુકાનમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. મધરાતે અવરજવર ઓછી હતી તે દરમિયાન આગ લાગતા કોઈ રાહદારીએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
બનાવના સ્થળે પોલીસ આવી હતી અને ફાયર બ્રિગેડ માટે મદદરૂપ થઈ હતી. ફાયર બ્રિગેડ એ થોડીવારમાં જ આ કાબુમાં લઈ આસપાસની દુકાનો બચાવી લીધી હતી. નજીકમાં જ રહેણાંક વિસ્તાર હોવાથી લોકો બહાર નીકળી આવ્યા હતા. પરંતુ કોઈ જાનહાની થઈ ન હતી.