સુરેન્દ્રનગરમાં રાધે ટેનામેન્ટમાં પતંગ-દોરીના ગોડાઉનમાં આગ લાગી

ફાયર
ફાઇટરે પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો
ટાવર
ચોકમાં દુકાન ધરાવતા વેપારીએ રહેણાંક મકાનમાં માલનો સંગ્રહ કર્યો હતો
સુરેન્દ્રનગર -
સુરેન્દ્રનગરમાં રાધે ટેનામેન્ટમાં રહેણાંક મકાનમાં સંગ્રહ કરેલા
પતંગ-દોરીના માલમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી
કાબૂ મેળવ્યો. આગના આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ બન્યો નહોતો.
સુરેન્દ્રનગર
શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલા દીપક પતંગ ભંડાર નામના વેપારી રાધે ટેનામેન્ટ વિસ્તારમાં
આવેલ રહેણાંક મકાનમાં રહે છે. જે મકાનના ઉપરના માળે તેઓએ પતંગ, ફીરકી, દોરી સહિતનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હતો. જેમાં અચાનક બપોરના સમયે કોઈ કારણોસર
આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગે થોડી મિનિટોમાં જ વિકરાળ સ્વરૃપ ધારણ કરતા આ
અંગે મનપાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા અંદાજે ૫થી ૬ ફાયર ફાયટર ટીમ દ્વારા ઘટના સ્થળે
પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જયારે પ્રાથમિક અનુમાન મુજબ અંદાજે ૬થી
૭ લાખની કિંમતનો પતંગ અને દોરીનો જથ્થો બળીને ખાખ થઈ જતા મોટાપાયે નુક્સાન પહોચ્યું
હતું. હાલ શોર્ટ સકટના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે પરંતુ આગ લાગવાનું સાચું
કારણ વધુ તપાસ બાદ જ માલૂમ પડશે.

