સ્ટેશન પાસે ઇસ્કોન મોલમાં આગ લાગી છે.. બોગસ કોલે વડોદરામાં ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 ને દોડતા કર્યા
Vadodara Fire Brigade : વડોદરા ફાયર બ્રિગેડ અને પોલીસને ફેક કોલ મળવાના આવા નવર બનાવો બનતા હોય છે. જે બાબતે અગાઉ પગલાં પણ લેવામાં આવ્યા છે. આમ છતાં આવી કરતુત ચાલુ રહી છે.
વડોદરા ફાયર બ્રિગેડને ગઈ મધરાતે એક કોલ આવ્યો હતો અને કોલ કરનારે પોતે સાજીદ બોલું છું તેમ કહી સ્ટેશન પાસેના ઇસ્કોન મોલમાં આગ લાગી છે તેવો મેસેજ આપ્યો હતો. ફાયર બિગેડ દ્વારા કોલ કરનારનો નંબર પણ લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ત્યાં આગ જેવું કંઈ હતું જ નહીં અને કોઈ હાજર પણ ન હતું. આ દરમિયાન પોલીસ પણ આવી ગઈ હતી જ્યારે 108 એમ્બ્યુલન્સ વાળા પણ આવો જ કોલ મળતા આવી ગયા હતા. આમ તપાસને અંતે તમામ એજન્સીઓ ધક્કો ખાઈને પરત ફરી હતી.