જામનગરમાં લીમડા લેન વિસ્તારમાં મકાનમાં સોર્ટસર્કિટના કારણે આગ લાગતાં ભારે દોડધામ
Jamnagar Fire : જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલા મોમાઈ કૃપા નામના મકાનમાં સાંજે પોણા પાંચ વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી. ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ શરૂ થઈ હતી, અને ટેબલ ખુરશી સોફા વગેરે સળગવા લાગ્યા હતા. અને આગના લબકારા દેખાવાથી આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
જે બનાવ અંગેની ફાયર શાખાને જાણ કરાતાં ફાયર બ્રિગેડની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને આગને વધુ પ્રસરતી અટકાવી હતી.
જે આગના બનાવમાં મકાન માલિક મહિલા કાશ્મીરાબા જાડેજા, કે જે અંદર ફસાયેલા હતા અને દરવાજામાંથી બહાર નીકળી શકે તેવી પોઝિશન ન હતી. જેથી ફાયર બ્રિગેડ શાખાના આસી. ફાયર ઓફિસર ઉમેદ ગામેતી તથા જયંતિ ડામોર વગેરેની ટુકડીએ મહિલાને સહી સલામત રીતે બહાર કાઢી લેતાં સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.