Get The App

મકાનમાં આગ ભભૂકી ઉઠતા ઘરવખરી બળીને ખાખ, સદનસીબે જાનહાનિ નહીં

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
મકાનમાં આગ ભભૂકી ઉઠતા ઘરવખરી બળીને ખાખ, સદનસીબે જાનહાનિ નહીં 1 - image

- નડિયાદના સરદાર ભવન સામેના વિસ્તારમાં 

- ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો : નબળી સ્થિતિ ધરાવતા પરિવાને આર્થિક નુકસાન

નડિયાદ : નડિયાદ શહેરમાં મિલ રોડ વિસ્તારમાં આવેલા એક મકાનમાં સોમવારે અચાનક આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. સરદાર ભવન સામે આવેલા ગ્રાન્ડ ગેરેજના ખાંચામાં રહેતા બે મહિલાઓના મકાનમાં આગ લાગતા ઘરનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. આગની જાણ થતા જ નડિયાદ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી. 

નડિયાદ શહેરના ભરચક ગણાતા મિલ રોડ પર સરદાર ભવનની સામે ગ્રાન્ડ ગેરેજ આવેલું છે. આ ગેરેજની બાજુમાં આવેલા ખાંચામાં મુલીબેન અને ગુલીબેન ધોબી રહે છે. સોમવારે કોઈ અગમ્ય કારણોસર તેમના મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખું મકાન આગની લપેટમાં આવી ગયું હતું. આગના બનાવથી લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. આગના કારણે ઘરવખરીનો સામાન, કપડાં અને અન્ય ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. 

સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગની વર્ધી મળતા જ નડિયાદ મનપાના ફાયર ફાઈટર અને લાશ્કરોનો કાફલો સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સકટ કે અન્ય કોઈ કારણ હોવાની શક્યતા સેવાઈ રહી છે. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ થતા અટકી હતી. જોકે, આથક રીતે નબળી સ્થિતિ ધરાવતા પરિવારની ઘરવખરીનું નુકસાન થતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.