Gujarat

વડોદરામાં ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી

By GS TEAM
6 Dec 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેરના સનફાર્મા રોડ ખાતે આવેલ પ્રમુખ વિહાર સોસાયટીમાં આજે સવારે બાથરૂમમાં મૂકવામાં આવેલા ઇલેક્ટ્રિક ગીઝરમાં આગ લાગી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં  ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી

વડોદરા શહેરના સનફાર્મા રોડ ખાતે આવેલ પ્રમુખ વિહાર સોસાયટીમાં આજે સવારે બાથરૂમમાં મૂકવામાં આવેલા ઇલેક્ટ્રિક ગીઝરમાં આગ લાગી હતી. ઘરના રહીશે ગીઝરની સ્વીચ ચાલુ કર્યાના ક્ષણ ભરમાં તે ભડભડ સળગવા લાગતા ઘરમાં દોડધામ મચી ગઈ હતી. બનાવ મામલે તુરંત તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર મેળવ્યો હતો. આ બનાવમાં વધુ નુકસાનના અહેવાલ નથી.