Get The App

વડોદરાના કાસમઆલા કબ્રસ્તાન પાસેના નાળામાં પડેલા કચરામાં એકાએક આગ, ફાયર બ્રિગેડ દોડતું થયું

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના કાસમઆલા કબ્રસ્તાન પાસેના નાળામાં પડેલા કચરામાં એકાએક આગ, ફાયર બ્રિગેડ દોડતું થયું 1 - image

image : Social media

Vadodara Fire : વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં કાસમઆલા કબ્રસ્તાન નજીક આવેલા વિશ્વામિત્રી નાળામાં પડેલા કચરામાં મોડીરાત્રીએ આગ આગ હતી. જે નજીકમાં આવેલી સોસાયટીના બે મકાનોમાં તરફ પણ પ્રસરી રહી હતી. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગની જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જોકે આજ્ઞા કારણે કોઈ દાઝી હોય તેવા સમાચાર મળ્યા નથી.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં કાસમઆલા કબ્રસ્તાન નજીક નાળામાં પડેલા કચરામાં એકાએક આગ લાગી હતી. નાળાની આજુબાજુના મકાનો સુધી આગ ફેલાઇ રહી હતી. જેના કારણે તંત્રમાં દોડધામ મચી હતી. વડોદરા શહેરમાં લોકો જ્યાં ત્યાં નાળામાં કચરો ફેંકી તેના નિકાલ માટે તેને સળગાવતા હોય છે. જેના કારણે આગ વધુ ફેલાતી હોય છે. અગાઉ પણ ઘણી વખત વખત વિશ્વામિત્રી નદીના નાળા અને કોતરમાં આગ લાગવાની ઘટના બની છે. ત્યારે, ફરી એક વખત કારેલીબાગ સ્થિત કાસમઆલા કબ્રસ્તાન નજીક આવેલા નાળામાં પડેલા કચરામાં આગ લાગી હતી. જે નજીકમાં આવેલી અતુલ પાર્ક સોસાયટીના મકાનો સુધી પણ પહોંચી હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જોકે આગના કારણે કોઈ જાનહાની થઈ ન હતી. જેના કારણે તંત્રે પણ હાશકારો અનુભવ્યો હતો.