વડોદરાના ગોત્રી વિસ્તારના કોમ્પ્લેક્સમાં ફર્નિચરની દુકાનમાં આગ, ફાયર બ્રિગેડ મોડી પહોંચતા રોષ
Vadodara Fire : વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગઈ રાતે ફર્નિચરની એક દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડ મોડી આવતા લોકોએ રોષ ઠાલવ્યો હતો.
ગોત્રી પોલીસ સ્ટેશનથી બંસલ મોલ જવાના રોડ પર આવેલા લાભ આઇકોન નામના કોમ્પલેક્ષમાં આવેલી ફર્નિચરની દુકાન બંધ થયા બાદ ધુમાડા નીકળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
જોકે ફાયર બ્રિગેડ નો ફોન નહીં લાગતા આગ વધુ પ્રસરી હતી અને કેટલાક યુવાનોએ પોતે ફાયર બ્રિગેડ પર પહોંચી આગના બનાવની જાણ કરી હતી. ફાયર બ્રિગેડે. એક થી દોઢ કલાકની કામગીરી બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાથમિક તબક્કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા બાજુની દુકાનમાં આગ લાગી છે કે કેમ તે ચકાસવા તાળું તોડ્યું હતું અને તે દુકાનો બચાવી લીધી હતી.