- હીટરમાં ખામી સર્જાતા આગ લાગી હોવાનું અનુમાન
- ફ્લેટમાં રહેલું ફનચર, વીજ ઉપકરણો સહિતનો સામાન બળીને ખાક થયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આગના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરની મધ્યમાં જીનતાન રોડ પર આવેલ ઘર હો તો ઐસા ફલેટના એક ફ્લેટમાં મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જેની જાણ મહાનગરપાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
શહેરની મધ્યમાં આવેલ ઘર હો તો ઐસાના છઠ્ઠા માળે આવેલ ફ્લેટ નંબર ૬૦૬ માં અચાનક મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફ્લેટમાં રહેતા તમામ લોકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી. જ્યારે ફ્લેટમાં રહેલ ફનચર, વીજ ઉપકરણો, માલ સામાન સહિતનો મુદ્દામાલ આગમાં બળીને ખાખ થઈ જતા મોટાપાયે નુક્શાન પહોંચ્યું હતું. આગના બનાવ અંગે મહાનગરપાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે પ્રાથમિક તપાસમાં ફ્લેટમાં રહેલ હીટરમાં ખામી સર્જાતા આગ લાગી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે.


