Get The App

વડોદરાના માંજલપુરમાં મોલ નજીક કોમ્પ્લેક્સના પહેલા માળે ફાઇનાન્સની ઓફિસમાં આગ

Updated: Mar 26th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના માંજલપુરમાં મોલ નજીક કોમ્પ્લેક્સના પહેલા માળે ફાઇનાન્સની ઓફિસમાં આગ 1 - image

image : Freepik

Vadoadra : વડોદરાના માંજલપુર વિસ્તારમાં મધરાત બાદ એક ઓફિસમાં આગ લાગતા ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી હતી. 

માંજલપુર ઈવા મોલ પાસે પેટ્રોલ પંપ નજીક આવેલા એક એપાર્ટમેન્ટમાં પહેલા માળે એક ઓફિસમાંથી ધુમાડા નીકળતા હોવાથી કોઈ વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. 

ફાયર બ્રિગેડે થોડી જ વારમાં આગ કાબુમાં લીધી હતી. તપાસ દરમિયાન આ ઓફિસ ખાનગી ફાઈનાન્સનું કામ કરતી હોવાનું અને તેમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું જણાઈ આવ્યું હતું. 

આગ જલ્દી કાબુમાં આવી જતા ઓફિસનો બીજો સામાન તેમજ આસપાસની ઓફિસ પણ બચી ગઈ હતી. વીજ કંપનીની ટીમે ઇલેક્ટ્રીક સપ્લાય બંધ કર્યો હતો અને સ્થાનિક પોલીસે બનાવની વિગતો મેળવી તપાસ કરી હતી.

Tags :