Jamnagar Fire : જામનગરમાં અંબર સિનેમા રોડ પર ડાયમંડ માર્કેટમાં આવેલી જયેશભાઈ દવેની માલિકીની ઇલેક્ટ્રીકના માલ સામાનની દુકાનમાં ગઈકાલે અકસ્માત શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી.
આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને કાબુમાં લીધી હતી.
ઇલેક્ટ્રીક વાયરીંગનું શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને કેટલોક ઇલેક્ટ્રીકનો માલ સામાન બળી ગયો હતો, જેના કારણે વેપારીને નુકસાન થયું છે.


