વડોદરા જિ.પંચાયતના 7મા માળે પ્રાથમિક શિક્ષણાધિકારીની ઓફિસમાં આગ લાગતાં નાસભાગ,10 જણાનો બચાવ
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતના સાતમા માળે આજે બપોરે પ્રાથમિક શિક્ષણાધિકારીની ઓફિસમાં આગ લાગતાં નાસભાગ મચી હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આજે સ્ટાફ સાથે ભરતી પ્રક્રિયામાં બહાર હોવાથી ઓફિસમાં સ્ટાફ ઓછો હતો.આ ઉપરાંત બે-ત્રણ શિક્ષકો પણ કામઅર્થે આવ્યા હતા.
આ વખતે શિક્ષણાધિકારીની બંધ ઓફિસમાંથી ધુમાડા નીકળવા માંડતા એક કર્મચારીએ દરવાજો ખોલ્યો હતો.જે દરમિયાન ધુમાડાના ગોટેગોટા નીકળતાં નાસભાગ મચી હતી અને દસ જેટલા લોકો બહાર દોડી ગયા હતા.કોઇએ ફાયરના સાધનોનો ઉપયોગ કરતાં આગ કાબૂમાં આવી હતી.ફાયર બ્રિગેડ પણ આવી જતાં વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું.આગનું કારણ એસીના સ્વીચ બોર્ડમાં શોર્ટસર્કિટ થવાનું હોવાનું જાણવા મળ્યું છે.