સુરતની મહાવીર હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે તમામ 9 લોકોનું કર્યું રેસ્ક્યૂ
Surat News : સુરતમાં મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલમાં કેન્સરના વોર્ડની બિલ્ડિંગમાં આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે. આગના બનાવે પગલે ફાયર વિભાગની 6થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી પહોંચી છે. આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. સમગ્ર ઘટનાને લઈને ફાયરના જવાનો દ્વારા 9 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.