વડોદરાના માણેજા વિસ્તારના કોમ્પ્લેક્સના મકાનમાં આગ : લોકો મકાનોમાંથી બહાર દોડી આવ્યા

Vadodara Fire : વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલા સિવાબી લકઝરીયા કોમ્પલેક્ષના એલ ટાવરમાં ત્રીજા માળના એક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેના કારણે આ બિલ્ડીંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના પહોંચી ગઈ હતી અને પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આગના કારણે કોઈ દાઝ્યું હોય કે જાનહાનિ થઈ હોય તેવું જાણવા મળ્યું નથી.
વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લાં ઘણા દિવસોથી આગની ઘટનાઓ બની રહી છે. સદનશીબે આગના કારણે કોઈનું મોત નીપજ્યું હોત તેવા સમાચાર મળ્યા નથી. ત્યારે વધુ એક આગ જની ઘટના બની સામે આવી હતી. જેમાં એવી વિગત છે કે શહેરના માણેજા વિસ્તારમાં આવેલા જીજી માતાના મંદિર નજીક સિવાબી લકઝરીયા કોમ્પલેક્ષના એલ ટાવરના ત્રીજા માળે એક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળતા કોમ્પલેક્ષમાં રહેતા તમામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેથી તેઓ પોત પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. ત્યારે આ સ્થાનિક લોકોએ આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ફાયર ઈકવિપમેન્ટના માધ્યમથી પાણીનો સતત મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવી લેવાના જવાનોને સફળતા સાપડી હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાણ હાની થવા પામી ન હતી કે કોઈ દાઝ્યું હોય તેવા પણ સમાચાર સાંપડ્યા નથી.

