Get The App

આણંદના ચીખોદરાની સીમમાં લાકડાના પીઠામાં આગ ભભૂકી

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
આણંદના ચીખોદરાની સીમમાં લાકડાના પીઠામાં આગ ભભૂકી 1 - image


- 5 ફાયર ફાઈટરથી આગ પર કાબૂ મેળવાયો

- લોખંડ અને પતરાનો શેડ બેસી જવા સાથે લાકડા- પ્લાયવૂડનો જથ્થો બળીને ખાક

આણંદ : આણંદના ચીખોદરા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે આવેલા લાકડાના પીઠામાં આજે વહેલી સવારના સુમારે ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. પાંચ ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો. 

ચીખોદરા ગામની સીમમાંથી પસાર થતા બુલેટ ટ્રેન પાસે આવેલા શિવ ટ્રેડર્સ લાકડાના પીઠામાં આજે વહેલી સવારના પાંચેક વાગ્યાના સુમારે એકાએક આગ લાગી હતી. જે થોડીવારમાં જ આખા પીઠામાં પ્રસરી જતાં ત્યાં મુકવામાં આવેલું લાકડુ, પ્લાયવુડ સહિતની વસ્તુઓ ભડભડ સળગવા માંડી હતી. જેની જાણ થતા આણંદ ફાયરબ્રિગેડ પાંચ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચ્યું હતું. આગે પ્રચંડરૂપ ધારણ કરતા આગની જવાળાઓ, ધુમાડો દુર-દુર સુધી દેખાવા માંડયા હતા. આગના લીધે લોખંડ- પતરાનો શેડ પણ બેસી ગયો હોવાથી નુકસાન થયું હતું. પાંચ ફાયર ફાયટરો દ્વારા પાણીનો છંટકાવ કર્યા બાદ આગ કાબુમાં આવી હતી. આગ કયા કારણોસર લાગી છે તેને લઈને હજી સુધી કોઈ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી.

Tags :