Get The App

માંડલના ટ્રેન્ટ ગામે વાસણની દુકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ ભભૂકી

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
માંડલના ટ્રેન્ટ ગામે વાસણની દુકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ ભભૂકી 1 - image

ગેસ સિલિન્ડરમાં આગ લાગતા અફરાતફરી

ગ્રામજનોએ સિલિન્ડરને દુકાનમાંથી બહાર કાઢી પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી

ડુમાણામાંડલ તાલુકાના ટ્રેંટ ગામે મંગળવારે ચબૂતરા વિસ્તારમાં આવેલી વાસણની દુકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે દુકાનમાં હાજર વેપારીઓ અને ગ્રાહકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

ટ્રેન્ટ ગામમાં આવેલી કૈલાશભાઈ શાહની વાસણ દુકાનમાં એક વ્યક્તિ ગ્રાહકો માટે ચા બનાવી રહ્યો હતો. તે દરમિયાન સિલિન્ડર અચાનક લીકેજ થતાં તેમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, ગામલોકોએ તાત્કાલિક હિંમત દાખવી પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૃ કર્યા હતા. તેઓએ સળગી રહેલા સિલિન્ડરને દુકાનમાંથી બહાર કાઢયો હતો.

આસપાસના લોકોએ સતત પાણીનો છંટકાવ કરીને સિલિન્ડરમાં મોટો વિસ્ફોટ થાય તે પહેલાં આગને બુઝાવી દીધી હતી. ગામલોકોની સમયસરની કાર્યવાહીને કારણે દુકાનદારને મોટી જાનહાનિ કે આથક નુકસાન ટળી ગયું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહત અનુભવી હતી.