Get The App

સુરેન્દ્રનગર શહેરના લક્ષ્મીપાર્કમાં રહેણાંક મકાનમાં આગ લાગી

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર શહેરના લક્ષ્મીપાર્કમાં રહેણાંક મકાનમાં આગ લાગી 1 - image

- ઘર વખરી બળીને ખાખ, ફ્રિજમાંથી આગ પ્રસરી હોવાનું અનુમાન

- ઘરના લોકો સમયસૂચકતા વાપરીને બહાર નીકળી જતાં જાનહાનિ ટળી : ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં જીનતાન રોડ પર આવેલ લક્ષ્મી પાર્કમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આગને કારણે ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ જતા નુકસાન થયું હતું. મનપાની ફાયર ફાયટર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. 

જીનતાન રોડ પર આવેલા લક્ષ્મીપાર્ક વિસ્તારમાં રહેતા ચેતનભાઈ જયંતીલાલ શાહના બ્લોક નંબર ૦૪માં અચાનક આગ લાગવાની ઘટના બનતા અફડાતફડી મચી ગઈ હતી. સદનસીબે, ઘરના લોકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, ગણતરીની મિનિટોમાં જ આગ સમગ્ર મકાનમાં ફેલાઈ ગઈ હતી.

આગની જાણ થતાં મહાનગરપાલિકાની ફાયર ફાયટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આ દરમિયાન ઘરવખરીનો સામાન, તમામ વીજ ઉપકરણો, ફનચર સહિતનો કીમતી મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે મોટાપાયે નુકસાન થયું છે. પ્રાથમિક તપાસમાં, ઘરના રસોડામાં રાખેલા ફ્રીજમાંથી આગની શરૂઆત થઈ હોવાનું અનુમાન છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.