Get The App

આણંદના વિદ્યાનગરના મોટા બજારમાં ઘરમાં આગ ભભૂકી

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
આણંદના વિદ્યાનગરના મોટા બજારમાં ઘરમાં આગ ભભૂકી 1 - image

- મંદિરમાં દીવાના કારણે આગ લાગી

- બિલ્ડિંગની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરી પાણીનો મારો ચલાવાયો : ઘરવખરી ખાક, જાનહાનિ ટળી

આણંદ : આણંદ પાસેના વિદ્યાનગરમાં ઘરમાં દીવાના કારણે આગ લાગી હતી. જો કે, જાનહાનિ થઈ ન હતી પરંતુ, ઘરવખરી બળીને ખાક થઈ હતી.

વિદ્યાનગરના મોટા બજારમાં આવેલા વિરલ પ્લાઝા એપાર્ટમેન્ટમાં બીજા માળે હાર્દિકભાઈ શાસ્ત્રીના ઘર નં.-૧૦૬માં મંદિરમાં દીવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલરૂમમાં જાણ થતા ફાયર ઓફિસર સહિતનો કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો. બિલ્ડિંગમાં લગાવેલી ફાયર સિસ્ટમના ઉપયોગથી પાણીનો મારો ચલાવી આગ સંપૂર્ણ બૂઝાવી દેવાઈ હતી. આગમાં મંદિર સહિત ઘરવખરીનો સામાન બળી ગયો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી.