Get The App

ઝુંડાલમાં પંચમ પેન્ટાગોન વસાહતના આઠમા માળે મકાનમાં આગ ભભૂકી

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
ઝુંડાલમાં પંચમ પેન્ટાગોન વસાહતના આઠમા માળે મકાનમાં આગ ભભૂકી 1 - image


ઉપરના માળે રહેતા ૧૦ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

મકાનમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું તારણ ૭૦ હજાર લિટર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ઝુંડાલમાં પંચમ પેન્ટાગોન નામની વસાહતના આઠમા માળે બંધ મકાનની અંદર આજે વહેલી પરોઢે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ ઉપર પહોંચીને ઉપરના માળે રહેતા ૧૦ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરીને પાણીનો મારો ચલાવી આ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક આવેલા ચાંદખેડાથી ઝુંડાલ ત્રાગડ જવાના માર્ગ ઉપર મુક્તિધામ સોસાયટીના પંચમ પેન્ટાગોન ફ્લેટના બ્લોક નંબર સી ૮૦૨માં ભાવેશ ટીમલીકર રહે છે. જોકે તેઓ જર્મનીમાં હોવાથી તેમની પત્નીી શ્વેતાબેન અને દીકરી આ મકાનમાં એકલા રહે છે. તેમના મકાનમાં શોર્ટ સકટને કારણે ઓચિંતી આગ લાગી જતા વસાહતીઓ દ્વારા તેમને બહાર કાઢી લેવામાં આવ્યા હતા ત્યારે આ ઘટના અંગે વહેલી પરોઢે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કાફલો ત્રણ ફાયર ફાઈટર સાથે સ્થળ ઉપર પહોંચી ગયો હતો તો અમદાવાદ ફાયર બ્રિગેડના પણ સાત ફાયર ફાઈટર કામે લાગી ગયા હતા. આઠમાં મળે આગ લાગી હોવાથી ઉપરના માળમાં રહેતા ત્રણ પરિવારોના કુલ ૧૦ વ્યક્તિઓનો રેસ્ક્યુ કરીને તેમને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જોકે કોઈને કોઈ જ પ્રકારની તકલીફ નહીં થઈ હોવાનું બહાર આવ્યું છે. બીજી બાજુ ફાયર બ્રિગેડ દ્વારા ફાઈટરો મારફતે કુલ ૭૦ હજાર લિટર કરતા વધુ પાણીનો મારો ચલાવીને આ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગનું કારણ જાણવા માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સકટના કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડ માની રહ્યું છે.

Tags :