Vadodara Fire : વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ વુડાના મકાનમાં આજે સવારના સમયે મહિલા દ્વારા પતિના ટિફિનની તૈયારીઓ શરૂ કરતી વેળાએ અચાનક ગેસના બોટલમાં આગ લાગી હતી. જેથી પરિવારમાં ભાગદોડ થઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈને ઈજા થવા પામી ન હતી.
દંતેશ્વર ખાતે આવેલ વુડાના મકાન નંબર 608માં અલ્પેશ રાઠવા પોતાના પરિવારના પાંચ સભ્યો સાથે રહે છે. તેઓએ કંપનીમાં જવાનું હોવાથી આજે સવારે એમના પત્નીએ ટિફિન બનાવવાનું શરૂ કરતા ગેસ લીકેજને કારણે એકાએક ગેસના બોટલમાં આગ લાગી હતી. જેથી પરિવારમાં ભાગદોડ થઈ જવા પામી હતી. બનાવ અંગેની જાણ નજીક રહેતા પાડોશીએ તુરંત ફાયર બ્રિગેડને કરતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવી પરિસ્થિતિ થાળે પાડી હતી. સમગ્ર બનાવવામાં કોઈને ઈજા કે ઘરવખરીને ખાસ નુકસાનના અહેવાલ નથી.


