મકરપુરાની વોલ્ટેમ કંપનીમાં આગ, નજીકમાં કોમ્પ્લેક્સ હોવાથી ગભરાટ, પાંચ કલાકે આગ પર કાબુ
Vadodara Fire : વડોદરાના મકરપુરા વિસ્તારની એક કંપનીમાં આગ લાગતા વડોદરા ફાયર બ્રિગેડની ત્રણ ટીમો કામે લાગી હતી અને આગ વધુ પ્રસરતા અટકાવી હતી.
મકરપુરા જીઆઇડીસીમાં આવેલી વોલ્ટેમ કંપનીમાં સ્ક્રેપ વાળા વિસ્તારમાં રાત્રે 3 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. બાજુમાં જ કોમ્પ્લેક્સ આવેલું હોવાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
બનાવની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની ત્રણ ટીમો પહોંચી ગઈ હતી અને પાંચ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ઉપરોક્ત બનાવને પગલે સ્થાનિક લોકોએ વિરોધ પણ કર્યો હતો અને રેસીડેન્સ ઝોન હોવાથી પગલાં લેવા માટે માંગણી કરી હતી.