Gujarat

ધ્રાંગધ્રામાં વહેલી સવારે બુટ ચપ્પલના સ્ટોલમાં આગ લાગી

By GS TEAM
20 Nov 20251 min read
ધ્રાંગધ્રામાં વહેલી સવારે બુટ ચપ્પલના સ્ટોલમાં આગ લાગી

સવારના સમયે આગ લાગતા જાનહાનિ ટળી

ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવે ત્યાં સુધીમાં સ્ટોલ બળીને ખાક થયો

ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રાના ઘાટ દરવાજા વિસ્તારમાં આવેલા બુટ-ચપ્પલના સ્ટોલમાં બુધવારે વહેલી સવારે આગ લાગી હતી. આ ઘટનામાં સ્ટોલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો, જોકે વહેલી સવારનો સમય હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.

ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં બે આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં અગાઉ ધ્રાંગધ્રા શહેરના રહેણાક મકાનમાં આગ લગાવી હોવાનું સામે આવ્યું હતું. જેમાં બે શખ્સો વિરુધ ગુનો પણ નોંધાયો હતો. જે બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં બુધવારે વહેલી સવારે ધ્રાંગધ્રાના ઘાટ દરવાજા વિસ્તારમાં આવેલા બુટ ચપ્પલના સ્ટોલ પર નાખેલ મંડપમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

વહેલી સવારે આગ લાગી હોવાથી મુખ્ય રોડ પર કોઈ રાહદારીઓની અવર જવર નહી હોવાથી ગણતરીની મિનિટોમાં સંપૂર્ણ સ્ટોલ બળીને ખાખ થઈ ગયો હતો. જેની જાણ આસપાસના લોકોએ નગરપાલિકાના ફાયર ટીમને કરતા ફાયર ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કેટલાક અંશે કાબુમા લીધી હતી પરંતુ ત્યાં સુધીમાં તો સ્ટોલ બાળીને ખાખ થઈ જતા નુકશાન પહોંચ્યું હતું. આ તરફ આગ લાગવાની ઘટના વહેલી સવારે બની હોવાથી કોઈ જાનહાનિ નહીં થતા દુર્ઘટના ટળી હતી.