Get The App

વડોદરામાં ફતેગંજ ચાર રસ્તા પાસે ડ્રેનેજમાં બ્લાસ્ટ બાદ આગ લાગી

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં ફતેગંજ ચાર રસ્તા પાસે ડ્રેનેજમાં બ્લાસ્ટ બાદ આગ લાગી 1 - image


Vadodara Drainage Fire : વડોદરા ફતેગંજ વિસ્તારમાં મહારાણા પ્રતાપસિંહના સ્ટેચ્યુ સામે કોર્નર પર ડ્રેનેજમાં બ્લાસ્ટ થયાં બાદ આગ લાગી હતી. જેના કારણે રોડ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો સહિતના લોકોમાં ભયનો ફેલાયો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ તુરંત સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લેતા લોકોને હાસકારો થયો હતો.

વડોદરા શહેરના ફતેગંજ ચાર રસ્તા ખાતે મહારાણા પ્રતાપસિંહના સ્ટેચ્યુ સામે મુખ્ય માર્ગ ઉપર આવેલી ડ્રેનેજમાં એક મોટા એક મોટા અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. રોડ પર આવેલી ગટરમાંથી આગની અગન જ્વાળાઓ નીકળતા લોકોમાં ભયનો ફેલાયો હતો. જેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાઈ હતી. જેના કારણે તાત્કાલિક દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવીને આ આંખ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જમાદાર તિલકસિંગ રાઠોડે નરહરિ હોસ્પિટલ સામે ચાર રસ્તા પર ગટર લાઈનમાં આગ લાગી હતી. જેઓ એમને કોલ મળ્યો કે તુરંત અમે આવીને કામગીરી શરૂ કરી હતી ગટરમાં બ્લાસ્ટ પણ થયો હતો. નજીકમાં જ પંપિંગ સ્ટેશન આવેલું હોવાથી આગ પર કંટ્રોલ કરી લીધો હતો. કોઈ જાનહાનિ થઈ નથી. ગટરમાંથી ગેસ સળગી રહ્યો હતો. ગટરમાં ગેસ હોય છે જે જ્વલંતશીલ હોય છે. કોઈની અવરજવર દરમિયાન સ્પાર્ક થયો હશે, એટલે આગ પકડાઈ ગઈ હોય તેવી શક્યતા જણાઈ રહી છે.

Tags :