Get The App

રાજકોટના લીમડા ચોક વિસ્તારમાં આવેલી સિલ્વર સેન્ડ હોટલ માં આગ

Updated: Jul 24th, 2021

GS TEAM

Google News
Google News
રાજકોટના લીમડા ચોક વિસ્તારમાં આવેલી સિલ્વર સેન્ડ હોટલ માં આગ 1 - image


3 વ્યક્તિઓને ફાયર બ્રિગેડે રેસ્કયુ કરી સલામત રીતે ખસેડયા

રાજકોટ, શુક્રવાર

રાજકોટ શહેરના હૃદય સમાન સમાજ શાસ્ત્રી મેદાન ની નજીક આવેલા લીમડા ચોક વિસ્તારમાં આજે વહેલી સવારે હોટલ સિલ્વર સેન્ડ માં એકાએક આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડના જવાનો દોડી ગયા હતા. તાકીદે આગમાં ફસાયેલા 3 વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને સલામત રીતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવેલ વિગત મુજબ આજ રોજ અહીં લીમડા ચોક વિસ્તારમાં આવેલી સિલ્વર સેન્ડ હોટલમાં રાત્રિના ચાર વાગ્યાની આસપાસ એકાએક આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે ચારેબાજુ ધોળા ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા. રાજકોટની આ હોટલમાં આગ લાગતાં જ તાકીદે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમાં ફસાયેલા ધર્મેન્દ્ર દવે ઉંમર વર્ષ 39, બ્રિજરાજ ગુપ્તા ઉંમર ૩૪, તેમજ ગુંજન ઠાકર ઉંમર વર્ષ 33ને સલામત રીતે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. હોટલના માલિક કશ્યપ ભાઈ રૂપારેલ સહિત મેનેજર ઉમંગભાઈ, કુંદન ભાઈ, દીપકભાઈ વગેરે હાજર હતા. અલબત્ત આ આગમાં એક વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું છે.

Tags :