મોરબીમાં રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં ભીષણ આગ, ફાયર વિભાગે કર્યું મહિલાનું દિલધડક રેસ્ક્યૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fire at Morbi’s Historic New Palace: મોરબીમાં આવેલા રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં આજે(5 એપ્રિલ) અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં ફાયરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ફાયર વિભાગે કર્યું મહિલાનું દિલધડક રેસ્ક્યૂ
મળતી માહિતી મુજબ, મોરબીના રાજવી પરિવારના પેલેસના ત્રીજા માળે આગની ઘટના બની હતી. આગના બનાવ સમયે એક મહિલા પેલેસમાં ફસાઈ હતી. જો કે, ફાયરની ટીમ દ્વારા મહિલાનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
પેલેસમાં આગ લાગવાની જાણ થતાં આસપાસના લોકો અને રાજવી પરિવારના સભ્યો ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. પરંતુ ફાયર વિભાગની સતર્કતાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.










