mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

રાજકોટ અગ્નિકાંડ: બાળકો સહિત 24ના મોત, ડીએનએ ટેસ્ટ કરીને મૃતદેહની ઓળખ કરાશે

Updated: May 25th, 2024

રાજકોટ અગ્નિકાંડ: બાળકો સહિત 24ના મોત, ડીએનએ ટેસ્ટ કરીને મૃતદેહની ઓળખ કરાશે 1 - image


Rajkot Fire: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં બાળકો સહિત 24 લોકોના મોતના થયા છે. આ ભીષણ આગમાં મૃતદેહો ઓળખાય નહીં એ હદે સળગી ગયા હતા. હવે મૃતદેહોની ઓળખ માટે ડીએનએ તપાસ કરવાનો નિર્ણય કરાયો છે. ડીએનએ ટેસ્ટ કર્યા પછી જ મૃતદેહોની ઓળખ થઈ શકશે. 

મૃતદેહના ડીએનએ ટેસ્ટ કરાશે 

ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગમાં મૃતદેહો ઓળખાય નહીં એ હદે સળગી ગયા હતા. આ અંગે પોલીસ કમિશનરે કહ્યું હતું કે, 'ઘણાં મૃતદેહો બળી ગયેલા છે. હાલ કેટલાક મૃતદેહની ઓળખ પણ થઈ શકી નથી, પરંતુ અમે ડીએનએ ટેસ્ટ કરી મૃતદેહો ઓળખીશું.' 

આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી

નાના મવા રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક આગ લાગી હતી. ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ હતી કે, પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, ‘પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.’

Gujarat