Get The App

મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં મોકલાયેલા લોખંડના સળિયાની ઉચાપત, રૂ.2.20 લાખના માલની ગેરરીતિ અંગે ગુનો નોંધાયો

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં મોકલાયેલા લોખંડના સળિયાની ઉચાપત, રૂ.2.20 લાખના માલની ગેરરીતિ અંગે ગુનો નોંધાયો 1 - image

Jamnagar Fraud Case : જામનગર જીલ્લાનાં મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 316(3) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

 ફરિયાદી નિકેતભાઈ દીપકભાઈ પટેલ (ઉ.વ. 33) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ રિલાયન્સ કંપનીના મોલ પ્રોજેક્ટ માટે ઇલેક્ટ્રોથર્મ કંપનીમાંથી ટ્રાન્સપોર્ટ મારફતે મોકલવામાં આવેલા 24,760 કિલોગ્રામ ટી.એમ.ટી. લોખંડના સળિયા ટ્રેઇલર નં.જી.જે. 12 બી.ટી. 2562 મારફતે પહોંચાડવાના હતા.

 તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આશરે 3,455 કિલોગ્રામ લોખંડના સળિયા, જેની કિંમત અંદાજે રૂ.2.20 લાખ થાય છે, તે ગંતવ્ય સ્થળે ઓછા પહોંચ્યા હતા. ટ્રેઇલરના ડ્રાઈવર જુંજારામ લક્ષ્મણરામ (રહે. બાડમેર, રાજસ્થાન)એ માલનો ગેરઉપયોગ કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. તેણે લોખંડના સળિયા ક્યાંક રસ્તામાં ઉતારી દીધા, અથવા તો બારોબાર વેચી નાખ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મેઘપર (પડાણા) પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.