માંજલપુરમાં જાહેરમાં બર્થ ડેની ઉજવણી કરતા યુવક સામે ગુનો દાખલ
Vadodara Police : વડોદરાના માંજલપુરમાં દરબાર ચોકડી પાસે શિવમ ડુપ્લેક્સની બહાર રોડ પર જાહેરમાં બર્થ ડે ઉજવતા યુવકની સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
એક્સ ડોટ કોમની એપ્લિકેશન પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એક યુવક જાહેર રોડ પર પોતાની બર્થ ડે મિત્રો સાથે ઉજવતો હતો. આ વીડિયોના આધારે માંજલપુર પોલીસે તપાસ હાથ ધરતા બર્થ ડેની ઉજવણી કરનાર વિશાલકુમાર ઉદેસિંહ પરમાર ઉંમર વર્ષ 20 રહેવાસી શિવમ ડુપ્લેક્સ દરબાર ચોકડી માંજલપુરની શોધી કાઢ્યો હતો. પોલીસે યુવકની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે