Gujarat

ખંજર સાથેનો વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર વડોદરાના યુવક સામે ગુનો દાખલ

By GS TEAM
8 Oct 20251 min read
TukuTouch Logo
વડોદરામાં સોશિયલ મીડિયા પર હાથમાં ખંજર સાથે વીડિયો વાયરલ કરનાર યુવક સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

Summarized by AI; it may make mistakes. Check important info

ખંજર સાથેનો વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર વડોદરાના યુવક સામે ગુનો દાખલ

Vadodara Crime : વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ જઈને પોતાના મોબાઈલમાં એક ઇન્સ્ટાગ્રામ રીલ પોલીસને બતાવી હતી. જેમાં એક યુવક હાથમાં ખંજર લઈને એપાર્ટમેન્ટની બહાર જાહેરમાં ધારદાર હથિયાર વડે કેક કાપતો દેખાતો હતો. જેથી પોલીસ તપાસ કરતા જે યુવક કિશનવાડી વુડાના મકાનમાં રહેતો કુલદીપ સિંહ ગુરુદેવસિંહ અંધરેલીયા હોવાનું જણાઈ આવ્યું હતું.

જેથી પોલીસે તેના ઘરે જઈને તપાસ કરતા તે મળી આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ રીલ બાબતે પૂછતા તેણે જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉ મારા ભાઈ સતપાલસિંઘનો અમદાવાદ ખાતે રહેતા અજય સરદાર સાથે ઝઘડો ચાલતો હતો. જેથી મેં હાથમાં ખંજર લઈને વિડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. પોલીસે તપાસ કરતા તેના ઘરમાંથી એક ધારદાર ખંજર મળી આવ્યું હતું. તેની સામે ગુનો દાખલ કરે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે