જામનગર શહેર ભાજપના પૂર્વ અગ્રણીના બે પુત્રો ઉપર હુમલો કરવાના પ્રકરણમાં એક રીક્ષા ચાલક સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરમાં ગુલાબ નગર નજીક શ્યામ ટાઉનશીપ વિસ્તારમાં રહેતા અને શહેર ભાજપના પૂર્વ મહામંત્રી સ્વ.મહિપતસિંહ પરમારના બે પુત્ર અનિરુદ્ધસિંહ મહિપતસિંહ પરમાર તેમજ અમરદીપસિંહ મહિપતસિંહ પરમાર, કે જે ઓ ગઈકાલે સવારે 10.00 વાગ્યા આસપાસ શાકમાર્કેટ વિસ્તારમાં શાકભાજીની ખરીદી કરવા માટે ગયેલા પોતાના માતા તેમજ કાકાને લેવા માટે ગયા હતા, જ્યાં રીક્ષા ચાલક સાથે વાહન સાઈડમાં રાખવા બાબતે તકરાર થઈ હતી.
દરમિયાન રીક્ષા ચાલક અને તેની સાથે મદદમાં દોડી આવેલા અન્ય બે સાગરીતોએ ઉશ્કેરાટમાં આવી જઈ બંને ભાઈઓ પર તિક્ષણ ધારદાર હથિયારના ઘા મારીને ઇજાગ્રસ્ત બનાવી દેતાં બંને ભાઈઓને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે અને જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને ઇજાગ્રસ્ત અમરદીપસિંહ પરમારની ફરિયાદના આધારે જી.જે.10 ટી.ડબ્લ્યુ. 5809 નંબરની રીક્ષાના ચાલક અને તેના અન્ય બે સાગરીતો સામે ગુનો નોધ્યો છે. અને ફરાર થઈ ગયેલા ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જોકે સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે રિક્ષાના નંબરના આધારે હુમલાખોર આરોપીની ઓળખ કરી લીધી છે.








