Get The App

જામનગરના ગણેશવાસમાં એક મહિલા અને તેની દેરાણી સાથે અશોભનીય કૃત્ય કરનાર બે પાડોશી સામે ગુનો નોંધાયો

Updated: Jun 6th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના ગણેશવાસમાં એક મહિલા અને તેની દેરાણી સાથે અશોભનીય કૃત્ય કરનાર બે પાડોશી સામે ગુનો નોંધાયો 1 - image


Jamnagar : જામનગરમાં ગણેશવાસ વિસ્તારમાં રહેતી 55 વર્ષની મહિલાએ પોતાની સાથે તેમજ પોતાની દેરાણી સાથે અણછાજતું વર્તન કરી ગાળો ભાંડવા અંગે તેમજ પોતાના પતિને પણ ધાક ધમકી આપવા અંગે પાડોશમાં રહેતા કાનજી ઉર્ફે કાનો દેવશીભાઈ વિંઝુડા અને તેના ભાઈ જગદીશ દેવસી વિંઝુડા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી કાનજી પોતાના ઘરની છત પર ઊભો રહીને અપશબ્દો ઉચ્ચારતો હોવાથી પાડોશી મહિલાએ તેને ગાળો આપવાની ના પાડી હતી. જેથી આરોપી ઉસ્કેરાયો હતો અને પાડોશી મહિલા અને તેની દેરાણી બંને મહિલાઓ સમક્ષ પોતાના પેન્ટની ચેઇન ખોલીને અસભ્ય વર્તન કર્યું હતું. જેથી આ મામલો સીટી સી ડિવિઝન પોલીસમાં લઈ જવાયો નોંધાવાયો હતો અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

Tags :