વડોદરામાં હિટ એન્ડ રનના ગુનાના આરોપીની કારમાંથી દારૂની 10 બોટલ મળતા ગુનો દાખલ
Vadodara Hit and Run : વડોદરામાં હરણી એરપોર્ટના ગેટ પાસે નોકરી જવા નીકળેલા વ્યક્તિના ટક્કર મારી ભાગી છૂટેલા નશેબાજ કારચાલકની ગાડીમાંથી દારૂની 10 બોટલ મળી આવતા પોલીસે દાખલ કરી કાયદેસરની કાર્યવાહી છે. વડોદરાના એરપોર્ટ પાસે ટુ વ્હીલરને ટક્કર મારી ભાગેલા કારચાલકને હરણી વારસીયા રીંગ રોડ પર સર્વાનંદ હોલ પાસેથી લોકોએ ઝડપી પાડ્યો હતા.
કારમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડને 10 બોટલ કિંમત રૂપિયા 3,139 ની મળી આવ્યા હતા. જેથી પોલીસે કારચાલક નિલેશસિંહ હિટલરસિંહ રાજપુત (રહે.યોગેશ્વર કૃપા સોસાયટી, વાસણા રોડ) તથા તેની સાથે કારમાં બેઠેલા સતીશ જીવરામભાઈ ચૌહાણ (રહે-પૂજા ડુપ્લેક્સ, ગોત્રી પોલીસ સ્ટેશનની બાજુમાં) ની સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે દારૂની બોટલ રોકડા રૂપિયા મોબાઇલ ફોન મળી રૂ.1.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.