કાલાવડ નજીક રણુજાના મેળામાં આવેલા યુવાનને હડફેટમાં લઈ મૃત્યુ નિપજાવનાર અજ્ઞાત વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગોલીટાનો એક યુવાન કાલાવડ નજીક રણુજાના મેળામાં ફરવા માટે આવ્યો હતો, જે દરમિયાન અજ્ઞાત વાહનની ઠોકરે મૃત્યુ નીપજ્યું હતું. જેને હડફેટમાં લેનાર અજાણ્યા વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના ગોલીટા ગામમાં રહેતો જગદીશ નાનજીભાઈ વાઘેલા નામનો 33 વર્ષનો યુવાન ગત તારીખ 3.9.2026 ના રોજ કાલાવડ તાલુકાના રણુજાના મેળામાં આવ્યો હતો, અને રણુજા હાઈવે રોડ પર ચાલીને જઈ રહ્યો હતો, જે દરમિયાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટમાં લઈ કચડી નાખ્યો હતો, અને ઈજા થયા પછી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવવા અંગે મૃતક જગદીશભાઈના મોટાભાઈ અરવિંદભાઈ નાનજીભાઈ વાઘેલાએ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં પોતાના ભાઈને હડફેટમાં લઈ મૃત્યુ નિપજાવનાર અજાણ્યા વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.








