Gujarat
જામનગર-રાજકોટ હાઇવે રોડ પર પદયાત્રીના કેમ્પ માટે ઊભા કરાયેલા ડોમ સાથે ટ્રક ભટકાડી નુકસાની પહોંચાડનાર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવાઇ
By GS TEAM
8 Sep 20251 min read
ડોમના ઉપરના ભાગના લોખંડના એંગલને એક ટ્રક ચાલકે ટક્કર મારી હતી, અને ડોમના કેટલાક એંગલો વાળી નાખીને નુકસાન પહોંચાડ્યું હતું
Summarized by AI; it may make mistakes. Check important info
ડોમના ઉપરના ભાગના લોખંડના એંગલને એક ટ્રક ચાલકે ટક્કર મારી હતી, અને ડોમના કેટલાક એંગલો વાળી નાખીને નુકસાન પહોંચાડ્યું હતું
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં રહેતા હિતેશ શશીકાંતભાઈ ભાનુશાળી દ્વારા જામનગર-રાજકોટ રોડ પર એક વાહનોની ફેક્ટરીના એરિયાની ખુલી જગ્યામાં પદયાત્રીઓના સેવા માટેનો કેમ ઊભો કરાયો હતો, અને તેના માટેનો ડોમ બનાવ્યો હતો.
જે ડોમના ઉપરના ભાગના લોખંડના એંગલને એક ટ્રક ચાલકે ટક્કર મારી હતી, અને ડોમના કેટલાક એંગલો વાળી નાખીને નુકસાન પહોંચાડ્યું હતું. આથી આ મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ટ્રક નંબર 7117ના ચાલક પ્રકાશભાઈ ડોડીયા સામે નુકસાની અંગેની ફરિયાદ નોંધાવાઈ છે.