Get The App

જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતો એક યુવાન વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો હોવાથી વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતો એક યુવાન વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો હોવાથી વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ 1 - image

Jamnagar Vyajkhor : જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતા સબીર હુસેનભાઈ હમીરકા નામના 42 વર્ષના યુવાને પોતાની પાસેથી પાંચ ટકા જેવુ રાક્ષસી વ્યાજ વસુલી પોતાને ધાક ધમકી આપી જમીનના દસ્તાવેજો બળજબરીપૂર્વક પડાવી લેવા અંગે તેમ જ પોતાની પાસેથી 15 લાખની માંગણી કરવા અંગે જામનગર તાલુકાના મસીતીયા ગામમાં રહેતા હાજી હમીરભાઈ ખફી સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાને આરોપી પાસેથી 10 લાખ રૂપિયા પાંચ ટકા લેખે વ્યાજ ઉપર લીધા હતા, અને 50,000 નું વ્યાજ પણ ચૂકવી દીધું હતું. દરમિયાન આરોપીએ બળજબરીપૂર્વક પોતાની જમીનના દસ્તાવેજો પડાવીને કેટલાક પેપરોમાં સહી કરાવી લીધાની તેમજ પોતાને ધાકધમકી આપી વધુ 15 લાખ રૂપિયાની માંગણી કર્યાની ફરિયાદ સિટી એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે વ્યાજખોર હાજી ખફી સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.