Gujarat

વડોદરામાં તાજીયાના DJ સાથે સામેલ કન્ટેનરના ડ્રાઇવરે સરકારી CCTV કેમેરો તોડતા પોલીસ ફરિયાદ

By GS TEAM
7 Jul 20251 min read
TukuTouch Logo
વડોદરાના ગોરવા વિસ્તારમાં તાજીયા ઠંડા કરવા નીકળેલા જુલુસમાં સામેલ કન્ટેનરના ડ્રાઇવરે એક સરકારી કેમેરો તોડતા તેની સામે પોલીસ ફરિયાદ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં તાજીયાના DJ સાથે સામેલ કન્ટેનરના ડ્રાઇવરે સરકારી CCTV કેમેરો તોડતા પોલીસ ફરિયાદ

Vadodara : વડોદરાના ગોરવા વિસ્તારમાં તાજીયા ઠંડા કરવા નીકળેલા જુલુસમાં સામેલ કન્ટેનરના ડ્રાઇવરે એક સરકારી કેમેરો તોડતા તેની સામે પોલીસ ફરિયાદ થઈ છે. 

ગોરવાના નવા ગરાસીયા વિસ્તારમાંથી બોરીયા તળાવ તરફ જવા નીકળેલા તાજીયામાં ડીજે સાથે કન્ટેનર સામેલ હતું. જેના ડ્રાઇવરે શાક માર્કેટની સામે લગાવેલા 1.15 લાખની કિંમતના કેમેરાને તોડી નાખ્યો હતો. જેથી ગોરવા પોલીસે ડ્રાઇવર ક્રિપાલસિંહ નિર્મલ સિંહ (અલંકાર એપાર્ટમેન્ટ,ટીપી 13 છાણી, વડોદરા) સામે ગુનો દાખલ કર્યો છે.