વડોદરામાં તાજીયાના DJ સાથે સામેલ કન્ટેનરના ડ્રાઇવરે સરકારી CCTV કેમેરો તોડતા પોલીસ ફરિયાદ
Vadodara : વડોદરાના ગોરવા વિસ્તારમાં તાજીયા ઠંડા કરવા નીકળેલા જુલુસમાં સામેલ કન્ટેનરના ડ્રાઇવરે એક સરકારી કેમેરો તોડતા તેની સામે પોલીસ ફરિયાદ થઈ છે.
ગોરવાના નવા ગરાસીયા વિસ્તારમાંથી બોરીયા તળાવ તરફ જવા નીકળેલા તાજીયામાં ડીજે સાથે કન્ટેનર સામેલ હતું. જેના ડ્રાઇવરે શાક માર્કેટની સામે લગાવેલા 1.15 લાખની કિંમતના કેમેરાને તોડી નાખ્યો હતો. જેથી ગોરવા પોલીસે ડ્રાઇવર ક્રિપાલસિંહ નિર્મલ સિંહ (અલંકાર એપાર્ટમેન્ટ,ટીપી 13 છાણી, વડોદરા) સામે ગુનો દાખલ કર્યો છે.