Get The App

જામનગર નજીક દડીયામાં યુવાનના મકાનના દરવાજે તોડફોડ કરી સીસીટીવી કેમેરા તોડી નાખવા અંગે મહિલા સહિત પાંચ સામે ફરિયાદ

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
જામનગર નજીક દડીયામાં યુવાનના મકાનના દરવાજે તોડફોડ કરી સીસીટીવી કેમેરા તોડી નાખવા અંગે મહિલા સહિત પાંચ સામે ફરિયાદ 1 - image

Jamnagar : જામનગર નજીક દડીયામાં રહેતા સન્ની રાજેશભાઈ પાટડીયા નામના 25 વર્ષના યુવાને પોતાના મકાનના દરવાજામાં તોડફોડ કરી અંદાજે રૂપિયા 10,000નું નુકસાન પહોંચાડવા અંગે પાડોશમાં જ રહેતા રસીલાબેન કાથડભાઇ જાટીયા, ઉપરાંત તેના સાગરીત રાહુલભાઈ પરમાર, પરેશ ગોંડલીયા, રોહિત પાટડીયા અને રોનક મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે.

મહિલા વિરુદ્ધ દારૂ સહિતની પ્રવૃત્તિ અંગે પોતે પોલીસને બાતમી આપે છે, તે શંકા વહેમ દર્શાવીને તમામ આરોપીઓએ ફરીયાદી યુવાનના ઘરની બહાર તોડફોડ કરી હતી. જે તોડફોડના સીસીટીવી કેમેરામાં ફૂટેજ આવી ગયા હતા.

જેથી તમામ લોકોએ આવી મકાનની બહારના બે સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. ઉપરાંત તેના ફૂટેજ પોલીસમાં નહીં આપવા માટે ફરીયાદી યુવાનને ધાક ધમકી અપાઈ હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

 પંચકોષી બી. ડિવિઝનના પી.આઈ. વીરેન રાઠોડ અને તેઓની ટીમ દ્વારા સમગ્ર મામલામાં તપાસ શરૂ કરવામાં આવી છે, અને સીસીટીવીના ફુટેજ વગેરે મેળવવા પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.