Gujarat
જામનગરમાં પંડિત નેહરૂ માર્ગ પર પાન ખાવા ગયેલા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યાની પોલીસ ફરિયાદ
By GS TEAM
5 Dec 20251 min read
જામનગરમાં ગાંધીનગર મેઇન રોડ પર રહેતા 24 વર્ષના યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Summarized by AI; it may make mistakes. Check important info
જામનગરમાં ગાંધીનગર મેઇન રોડ પર રહેતા 24 વર્ષના યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરમાં ગાંધીનગર મેઇન રોડ પર રહેતા દિવ્યરાજસિંહ સમરસિંહ ચાવડા નામના 24 વર્ષના યુવાનને દિપક દિલીપભાઈ અને તેના બે સાગરીતોએ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદી યુવાન પંડિત નહેરુ માર્ગ પર એક પાનની દુકાને પાન ખાવા માટે ગયો હતો, ત્યાં ત્રણેય શખ્સોએ તેની સાથે તકરાર કર્યા બાદ લોખંડના પાઇપ અને ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હોવાથી તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે, અને સીટી બી. ડિવિઝન પોલીસમાં ત્રણેય હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.